- પાટણ શહેરમાં કોરોનાની રસી આપવાનું કરાયું શરૂ
- પાટણના 11 કેન્દ્ર પર રસી આપવાની કામગીરી કરાઇ શરૂ
- રસી કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચ્યા
- આરોગ્ય વિભાગને સૂચના મળતા રસીની કામગીરી બંધ કરાઈ
પાટણઃ ગુજરાતમાં ચાલી રહેલા કોરોના(corona)ના રસીકરણ(Vaccination)ના મહાઅભિયાનને સફળ બનાવવાના સરકારના પ્રયાસોનું સુરસુરિયું થયું હોય તેમ રાજ્યના મોટાભાગના શહેરોમાં રસી(vaccine)નો સ્ટોક ખુટી પડયો છે. જેના કારણે બે દિવસ માટે રસીકરણ અભિયાન(Vaccination campaign ) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને તે અંગેની જાહેરાતો પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આવતીકાલે જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિન કાર્યક્રમ રહેશે બંધ
રસી આપવાનું બંધ કરાતા લોકો અટવાયા
પાટણ શહેરમાં રસી(vaccine)નો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવાથી ગુરુવારે પાટણ શહેરના 11 વેક્સિનેશન સેન્ટર(vaccination center) પર સવારના સમયે રાબેતા મુજબ રસી(vaccine) આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રસી લેવા ઇચ્છુક શહેરીજનોએ લાઇનો લગાવી હતી, પરંતુ એક કલાકના રસીકરણ(vaccination) બાદ અચાનક રસી(vaccine) આપવાનું બંધ કરવામાં આવતા લોકો અટવાયા હતા.