પાટણઃ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના રસૂલપુરા ગામે પોલીસે રૂપિયા 500 અને1000નાં દરની કુલ 44,75,000ની જૂની ચલણી નોટો સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ માતબર રકમ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પાટણમાં લાખો રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપાઇ, એક શખ્સની ધરપકડ - Crime news
સિધ્ધપુર તાલુકાના રસૂલપુરા ગામે પોલીસે છાપો મારી એક મકાનમાંથી જૂની ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સિધ્ધપુર તાલુકાના લાલપુરા ગામે એક શખ્સે ચલણમાંથી રદ થયેલી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટો સંઘરી રાખી છે. જે અંતર્ગત પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી મહમદ કડીવાલાને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા જૂની નોટો રાખી હોવાની હકીકત કબૂલતા મકાનની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસને થેલો મળી આવતાં તેની અંદરથી 500ના દરની અને 1000ના દરની જૂની ચલણી નોટ મળી રૂપિયા 44,75,000 રકમનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે રદ થયેલી જૂની ચલણી નોટો રાખવા બદલ તેની ધરપકડ કરી કાકોશી પોલીસ મથકે ગુનો નોંધી આ જૂની ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને તેનો શુ ઉપયોગ કરવાનો હતો તે મામલે વધુ પૂછપરછ હાથ ધરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.