- ભારત સરકારના ICCR પ્રોગ્રામ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને પાટણ યુનિવર્સિટીમાં અપાયો પ્રવેશ
- પશ્ચિમ આફ્રિકાના ઘાનાનો વિદ્યાર્થી કોમ્પ્યુટર વિભાગમાં કરશે PHD
- અફઘાનિસ્તાન, નેપાળ અને પશ્ચિમ આફ્રિકાના મળી કુલ 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
- પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી આવેલા વિદ્યાર્થીનું કુલપતિ દ્વારા કરાયું સન્માન
- સરકારની આ પોલિસીથી વિદેશી સંસ્કૃતિની સાથે-સાથે શૈક્ષણિક આદાન-પ્રદાન વધશે: કુલપતિ વોરા
પાટણ: ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કલ્ચરલ દ્વારા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન (ICCR) દ્વારા UGCથી માન્ય ભારતની તમામ યુનિવર્સિટીઓમાં વિદેશથી આવતા વિદ્યાર્થીઓને તેમની રૂચી મુજબના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતની વિવિધ યુનિવર્સિટી પૈકી પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જે પૈકી સોમવારે એક વિદ્યાર્થી પશ્ચિમ આફ્રિકાના ઘાના ખાતેથી પાટણ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યો હતો.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન-પ્રદાન વધશે
આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરા અને રજીસ્ટાર ડી. એમ પટેલ સહિત શૈક્ષણિક સ્ટાફે તેનું સ્વાગત કરી યુનિવર્સિટી અંગેની શૈક્ષણિક સુવિધાઓ વિશે માહિતી આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.જે. વોરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ચાલતા ICCR દ્વારા દેશભરની યુનિવર્સિટીઓમાં આ પહેલ થઇ ચૂકી છે. જે અંતર્ગત પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ 4 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવશે. સરકારની આ પોલિસીથી વિવિધ દેશની સંસ્કૃતિની સાથે સાથે શૈક્ષણિક આદાન-પ્રદાન વધશે, જેનાથી ભારતના સંબધો મજબૂત બનશે.
કુલ 4 વિદેશી વિદ્યાર્થીઓએ મેળવ્યો છે પ્રવેશ