ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રી-ચેકિંગના પરિણામો જાહેર ન કરતા ABVPએ હોબાળો મચાવ્યો

ગુજરાતના 5 જિલ્લાના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષા લેવામાં આવી હતી. જેના એસેસમેન્ટ અને રી-ચેકીંગના પરિણામો જાહેર ન કરાતા એબીવીપી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રી-ચેકીંગ ના પરિણામો જાહેર ન કરતા એબીવીપીએ હોબાળો મચાવ્યો
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રી-ચેકીંગ ના પરિણામો જાહેર ન કરતા એબીવીપીએ હોબાળો મચાવ્યો

By

Published : Oct 4, 2020, 12:46 PM IST

પાટણઃ ગુજરાતના 5 જિલ્લાના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષા લેવામાં આવી હતી. જેના એસેસમેન્ટ અને રી-ચેકીંગના પરિણામો જાહેર ન કરાતા એબીવીપી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 5ની પરીક્ષાઓ યોજાઈ હતી.આ પરીક્ષાના પરિણામો બાદ વિદ્યાર્થીઓએ રી ચેકિંગ અને રી એસેસમેન્ટના ફોર્મ ભર્યા હતા અને પરીક્ષાઓ પણ આપી હતી, પરંતુ છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓના પરિણામો યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રી-ચેકીંગ ના પરિણામો જાહેર ન કરતા એબીવીપીએ હોબાળો મચાવ્યો

આ મામલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને પાટણના વિદ્યાર્થી સંગઠનના ABVPના આગેવાનો દ્વારા પરિણામો જાહેર કરવામાં આવે તેવી લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હજી સુધી પરિણામો જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓના હિતમાં ABVPના કાર્યકરોએ વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર જે. જે વોરાને રજૂઆત કરી આ પરિણામો ત્વરિત જાહેર કરવાની માગ કરી હતી.

કુલપતિ દ્વારા કોઈ જવાબ ન મળતા વિદ્યાર્થીઓએ તેમની ચેમ્બરમાં જ બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓના હિતમાંની પરીક્ષા બે સપ્તાહ સુધી લંબાવવામાં નિર્ણય કરતા યુનિવર્સીટીના આ નિર્ણયને વિધાર્થીઓએ આવકાર્યો હતો.

વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે વોરાએ પરીક્ષા નિયામક, રજીસ્ટરની હાજરીમાં એટીકેટીની પાંચમી ઓક્ટોબરથી શરૂ થનારી પરીક્ષાઓ આગામી બે સપ્તાહ સુધી લંબાવી અને આ સમયગાળામાં રી-એસએસ્મેન્ટ અને રી-ચેકીંગના પરિણામો જાહેર કરવાની સુચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details