પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં 'શહીદો અમર રહો'ના નારા લગાવી વીર જવાનોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી.
પાટણમાં ABVP દ્વારા કારગિલ દિનની ઉજવણી કરાઈ - kargil vijay divas
પાટણઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારગિલ વિજય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
kargil vijay divas
જમ્મુ-કાશ્મીરના કારગિલમાં 26 જુલાઈ 1999ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ થયું હતું. જે લાંબો સમય ચાલ્યું હતું. આખરે તેમાં ભારતીય સૈન્યને મોટી સફળતા મળી હતી. જો કે, આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના અનેક જવાનોએ શહીદી વહોરી હતી, ત્યારથી સમગ્ર દેશમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
20માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કેમ્પસમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.