- પાટણનું આ મુસ્લિમ દંપતી દરેક ધર્મ પ્રત્યે રાખે છે આદરભાવ
- દેશના તમામ પ્રસિદ્ધ હિન્દુ મંદિરોમાં કર્યા છે દર્શન અને આરતી
- એક વર્ષ અગાઉ મંદિર નિર્માણમાં સહયોગી બનવા કર્યો હતો સંકલ્પ
કોમી એકતાની મિસાલઃ રામ મંદિર નિર્માણમાં પાટણનાં મુસ્લિમ તબીબે 1.51 લાખ રૂપિયાનું દાન કર્યુ - માનવતા એ જ ધર્મ
પાટણનાં મુસ્લિમ તબીબ દંપતિએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામલ્લાનાં ભવ્ય મંદિર નિર્માણ માટે રૂપિયા 1.51 લાખનું દાન આપીને સર્વધર્મ સમભાવની મિસાલ કાયમ કરી છે. વર્ષ 2019માં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિની મુલાકાત બાદ તેઓએ મનોમન ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કર્યો હતો.
પાટણનાં મુસ્લિમ તબીબે રામ મંદિર નિર્માણમાં ૧.૫૧ લાખનું દાન કર્યુ
પાટણ: માનવતાની મહેક સાથે કોમી એકતાની સુવાસ પ્રસરાવનાર જાણીતા તબીબ ડૉ. હમીદ મન્સુરી અને તેમની પત્ની મુમતાઝબાનુએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામલ્લાનાં ભવ્ય મંદિર નિર્માણ માટે રૂપિયા 1.51 લાખનું દાન આપીને સર્વધર્મ સમભાવની મિસાલ કાયમ કરી છે. મુસ્લિમોનાં પવિત્ર મક્કા મદીના શરીફની યાત્રા સાથે ભારતમાં આવેલ હિંદુ ધર્મનાં આસ્થાનાં પ્રતિક સમાન અનેક મંદિરોની મુલાકાત લઇને દર્શન કરનાર આ દંપતીએ ભારતની વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.