પાટણ તાલુકાના આંબલિયાસણ ગામ પંચાયત સુપર સીટ થતા આ સીટ માટે મધ્યસ્થ ચૂંટણી તારીખ 19 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. કુલ 991 મતદારો પૈકી 750 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીનને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા.
પાટણના આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મતગણતરી - Amblyasan Village Panchayat Super Seat
પાટણઃ તાલુકાના આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મધ્ય ચૂંટણીની મતગણતરી પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં મતગણતરીના અંતે સરપંચ પદના ઉમેદવારનો વિજય થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.
આંબલીયાસણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની મતગણતરી
મતગણતરી પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાઇ હતી, જેમાં ઠાકોર અભાજીને 489 મત મળ્યા હતા અને હરીફ ઉમેદવાર હેમતાજીને 250 મત મળ્યા હતા. તો 11 મતો નોટોમાં પડયા હતા. મતગણતરીના અંતે ચૂંટણી અધિકારીએ ઠાકોર અભાજીને વિજયી જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં અભાજી ઠાકોરનો 239 મતોથી વિજય થતાં ગ્રામજનો અને આગેવાનોએ વિજેતા ઉમેદવારને હાર પહેરાવી ઉત્સવ મનાવ્યો હતો.