ગુજરાત

gujarat

ETV Bharat / state

રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણમાં રક્તદાન કેમ્પ યોજાયો - રેડક્રોસ સોસાયટીના 100 વર્ષ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિન નિમિત્તે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં રેડક્રોસ સોસાયટીના સભ્યો અને નગરજનોએ રક્તદાન કર્યું હતું.

ETV BHARAT
રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણમાં રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : May 8, 2020, 4:07 PM IST

પાટણ: 8 મેના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્થાપના થઇ હતી. જેને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ 100 વર્ષના સમયગાળા દરમિયાન દેશમા સર્જાતી કુદરતી અને કૃતિમ આફતોના સમયે રેડક્રોસ સોસાયટી હંમેશા સેવા માટે અગ્રેસર હોય છે. પોલિયો, શીતળા સહિતના રોગોની નાબુદીમાં રેડક્રોસે પોતાનું યોગદાન આપ્યુ છે. આ ઉપરાંત અનેક સામાજિક સેવાઓ પણ કરવામાં આવે છે, ત્યારે શુક્રવારે રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણમાં રક્તદાન કેમ્પ યોજાયો

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ થેલેસીમિયાના દર્દીઓ અને સગર્ભા મહિલાઓને સરળતાથી રક્ત આપ શકવાનો હતો. આ કેમ્પમાં 51 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

ABOUT THE AUTHOR

...view details