ગુજરાત

gujarat

ETV Bharat / state

RTE હેઠળ પ્રથમ તબક્કામાં પાટણ જિલ્લામાં 878 ગરીબ બાળકોને અપાયો પ્રવેશ

પાટણઃ RTE કાયદા હેઠળ પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગરીબ અને પછાત બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લાનાં 878 બાળકોને ખાનગી શાળાઓમાં એડમીશન અપાયું છે. તંત્ર દ્વારા આ કામગીરી 15 મે સુધી લંબાવવામાં આવી છે.

By

Published : May 14, 2019, 10:21 PM IST

પાટણ

રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મફત શિક્ષણ મળી રહે તેવા હેતુથી 'રાઈટ ટુ એજ્યુકેશન'નો લાભ શક્ય તેટલા વધુ લોકોને મળે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. આ કાયદા હેઠળ પાટણ જિલ્લામાં અત્યાર સુધી 1108 બેઠકો સામે 2021 અરજીઓ આવી છે. શિક્ષણ વિભાગને આ અરજદારો પૈકી પ્રથમ તબક્કામાં 878 બાળકોને પ્રવેશ આપ્યો છે. પરંતુ હજુ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. જેથી આ કામગીરી 15 મે સુધી લંબાવાઈ છે.

RTE કાયદા હેઠળ પ્રથમ તબક્કામાં પાટણ જિલ્લાના 878 ગરીબ બાળકોને અપાયો પ્રવેશ.

બીજા તબક્કાની પ્રવેશ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. RTE અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ,યુનિફોર્મ પેટે રૂપિયા 3000ની સહાય અપાઈ છે. તેમજ શાળાની ફી પેટે રૂપિયા 10,000 આપવામાં આવ્યા છે. આર્થિક તેમજ સામાજીક રીતે પછાત બાળકો સરકારની આ યોજનાનો લાભ મેળવે તેવી અપીલ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી છે.

ABOUT THE AUTHOR

...view details