ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુરના ધરવડી ગામે ખેતરમાંથી 6.13 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું - ગુજરાત

રાધનપુર તાલુકાના ધરવડી ગામે એરંડાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યુ હોવાની એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી અને રૂ.6.13 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે ખેતર માલિકને ઝડપી લીધો હતો.

Radhanpur
Radhanpur

By

Published : Jan 19, 2021, 10:53 PM IST

  • ધરવડી ગામે ખેતરમાંથી ગાંજો ઝડપાયો
  • 6.13 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે પકડ્યો
  • પોલિસે ખેતર માલિકને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

પાટણ: જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજે જિલ્લામાં પ્રોહિબિશનના અને નાર્કોટિક્સ લગત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા પાટણ એસઓજી પીઆઇ, પીએસઆઇ સહિતનો સ્ટાફ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રાધનપુરના ગામે દિનેશભાઈ ઠાકોર પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલુ છે, ત્યારે પોલીસે હકીકત આધારે ખેતરમાં ઓચિંતી રેડ કરી તપાસ કરતા એરંડાની આડમા વચ્ચે વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતુ. જેથી પોલીસે ગાંજાના છોડ નંગ-56, કુલ વજન-61 કિલો, 300 ગ્રામ કિંમત રૂ.6,13,000 નો મુદ્દામાલ જપ્ત કરી ખેતરના મલિકની ધરપકડ કરી છે. રાધનપુર પોલીસે ઠાકોર દિનેશજી સામે નાર્કોટીક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details