- યુનિવર્સિટી દ્વારા OMR પદ્ધતિથી પરીક્ષાઓ લેવાશે
- યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 18 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
- 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂન 2021 માં સેમેસ્ટર 6 અને સેમેસ્ટર-4 ની પરીક્ષા યોજાઇ હતી. ઓનલાઇન લેવાયેલી આ પરીક્ષામાં નેટવર્કને કારણે મુશ્કેલીઓ ઊભી થઇ હોય અથવા અન્ય કોઇ કારણોસર નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે 20 સપ્ટેમ્બર 2021ના રોજ પરીક્ષા યોજાશે. જે MCQ પદ્ધતિથી OMR સીટ દ્વારા ઓફલાઈન લેવાશે. આ ઉપરાંત માર્ચ જૂન 2021 માં સ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 અને 4 તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 ની પરીક્ષાના પરિણામો મેરીટ બેઝ પ્રોગ્રેશન પદ્ધતિથી જાહેર કરવામાં આવનાર છે. આ પરિક્ષાઓમાં રીપીટર વિદ્યાર્થીઓ માટે 28/9/2021 થી OMR શીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે.