ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે 4 ફોર્મ ભરાયાં - પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી

પાટણ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું કાઉન-ડાઉન શરુ થતાં ઉમેદવારી ફોર્મ ભરાવવાની શરુઆત છે. 8 ફેબ્રુઆરીથી શરુ થયેલી આ પ્રક્રિયા દરમિયાન બુધવાર સુધીમાં કુલ 26 ઉમેદવારીપત્રો ભરાયાં છે, જ્યારે પાટણ નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ વધુ 50 ફોર્મ લેતાં ત્રણ દિવસમાં કુલ 386 ફોર્મનું વિતરણ થયું છે. જેની સામે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે 4 ફોર્મ ભરાયાં
પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે 4 ફોર્મ ભરાયાં

By

Published : Feb 11, 2021, 3:19 PM IST

  • પાટણ જિલ્લામાં ચૂંટણીઓ માટે 26 ઉમેદવારી ફોર્મ ભરાયા
  • પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે 3 દિવસમાં 386 ફોર્મનું વિતરણ
  • નગરપાલિકાની ચૂંટણી બનશે રસપ્રદ

પાટણઃ સ્થાનિક સ્વારજની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે, ત્યારે પાટણ જિલ્લા પંચાયત માટે 2, સિદ્ધપુર તાલુકા પંચાયત માટે 6 , હારીજ તાલુકા પંચાયત માટે 1, સમી તાલુકા પંચાયત માટે 8, જ્યારે સિદ્ધપુર નગરપાલિકા માટે 5 અને પાટણ નગરપાલિકા માટે 4 મળી કુલ 26 ફોર્મ ભરાયાં છે. જો કે, હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી નથી.

પાટણમાં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

પાટણ નગરપાલિકા માટે બુધવારે વોર્ડ નંબર 3 માંથી નિરવકુમાર શુક્લ અને નીતા પટેલ, વોર્ડ નંબર 5 માંથી ગણપતસિંહ ચાવડા અને વોર્ડ નંબર 6 માંથી ધર્મેશકુમાર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details