ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેરમાં અનલોક-1માં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાવેલ હિસ્ટ્રી વગરના સ્થાનિક રહીશો કોરોનાગ્રસ્ત બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.

By

Published : Jun 3, 2020, 9:39 PM IST

પાટણ શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ: મંગળવારે શહેરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બુધવારે વધુ ત્રણ કેસ સામે આવતા કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 24 થઈ ગઈ છે. જ્યારે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 85 ઉપર પહોંચી છે.

પાટણ શહેરમાં બુધવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં મદારસા વિસ્તારના ગોલવાડમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા તેમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મીરા દરવાજા વણકરવાસમાં રહેતા 42 વર્ષિય યુવાનને ખાંસી સાથે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી અને તેનું પણ ટેસ્ટિંગ કરવામાં આવતા તેનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

પાટણ શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આ ઉપરાંત ચાચરિયા ચોકમાં વાયુદેવતાની પોળમાં રહેતા 40 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવા સાથે શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ત્રણેય દર્દીઓને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા છે.

પાટણમાં એકસાથે ત્રણ દર્દીઓ કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને આ વિસ્તારોમાં સેનેટાઈઝેશન હાથ ધરી દર્દીઓના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઈન કરી આ વિસ્તારોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીદ્રોડા ગામના ૭૫ વર્ષીય વૃદ્ધે કોરોનાને માત આપી

કોરોનાગ્રસ્ત દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નીદ્રોડા ગામના 75 વર્ષીય વૃદ્ધે કોરોનાને માત આપી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details