ગુજરાત

gujarat

By

Published : Feb 4, 2021, 11:01 PM IST

Updated : Feb 6, 2021, 10:27 PM IST

ETV Bharat / state

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની કરાઈ ફાળવણી

પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાટણ સિદ્ધપુર નગરપાલિકા તેમજ હારીજ નગરપાલિકાના એક વોર્ડની એક બેઠકની આગામી 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે, ત્યારે મતદાન માટે ઇવીએમ મશીનની ગુરુવારે ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લાના કુલ 1176 મતદાન મથકો માટે 2330 ઈવીએમ મશીનો પાટણના કેડી પોલીટેકનીક કોલેજના સ્ટ્રોંગ રૂમમાંથી તાલુકા કક્ષાના સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની કરાઈ ફાળવણી
પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની કરાઈ ફાળવણી

  • જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ મશીનની કરાઈ ફાળવણી
  • 11,176 મતદાન મથકો માટે 2330 ઈવીએમ મશીનો ફાળવાયા
  • જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત માટે 1019 મતદાન મથકો ઉભા કરાયા

પાટણઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ

કુલ 1019 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા

પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો માટે પાટણ તાલુકામાં 132, રાધનપુર તાલુકામાં 105, સિદ્ધપુર તાલુકામાં 143, સરસ્વતી તાલુકામાં 159, ચાણસ્મા તાલુકામાં 120, હારિજ તાલુકામાં 80, સમી તાલુકામાં 103 અને સાંતલપુર તાલુકામાં 111 મળી કુલ 1019 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ

જિલ્લા માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી
આ ઉપરાંત પાટણ નગરપાલિકાના 11 વૉર્ડ માટે 112, સિદ્ધપુર નગરપાલિકા માટે 42 અને હારીજની એક બેઠક માટે 3 મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લા માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ

તમામ મશીનોની ચકાસણી કરાઈ

આ મશીનો પાટણ ખાતે કેડી પોલીટેકનીક કોલેજમાં રાખવામાં આવ્યા હતા. તમામ મશીનોની ચકાસણી રાજકીય પાર્ટીના આગેવાનોને સાથે રાખી કરવામાં આવી હતી, ત્યારબાદ ગુરુવારે તાલુકા મથકના મતદાન મથકો ખાતે લઈ જવામાં આવ્યા હતા.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની કરાઈ ફાળવણી
Last Updated : Feb 6, 2021, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details