- હોસ્પિટલના ઓડિટોરિયમમાં 125 બેડ કરાયા હતા તૈયાર
- હોસ્પિટલના અન્ય વિભાગોમાં પણ 90 બેડ ઉભા કરાયા હતા
- ઓક્સિજનના અભાવે આ તૈયાર બેડ ઉપયોગમાં લઈ શકાતા નથી
પાટણ: ધારપુર હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બેડ ભરાઈ જતાં અન્ય દર્દીઓ 108 અને ખાનગી વાહનોમાં ગંભીર સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે રાહ જોઈને ઝોલા ખાઈ રહ્યા છે. જેમાંથી કેટલાક દર્દીઓના સારવારના અભાવે મોત પણ થયા છે. આ વિકટ પરિસ્થિતિને નાથવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા ઓડીટોરિયમ હોલમાં 125 બેડ તેમજ અલગ અલગ વિભાગોમાં ઓક્સિજનની પાઈપો સાથેના 90 મળીને કુલ 200થી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો નહીં મળતા આ બેડ સંપૂર્ણ તૈયાર હોવા છતાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.