- કોરોનાની બીજી લહેરે તમામ રેકોર્ડ તોડ્યા
- જિલ્લામાં એક જ દિવસમાં 125 પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોના પોઝિટિવ કેસને લઈ તંત્ર દોડતું થયું
પાટણઃ શહેરમાં સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને પગલે વહિવટીતંત્ર સાથે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે. પાટણ શહેરમાં 13 નવા કોરોનાના કેસ નોંધાયા છે. પાટણમાં 11 દિવસથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે જ પાટણમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6,082 થઈ છે.
પાટણ શહેરમાં કુલ 1,964 દર્દી કોરોનાની ઝપેટમાં
પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 23, ચાણસ્મા શહેરમાં 3 અને તાલુકામાં 10, રાધનપુર શહેરમાં 16, સિદ્ધપુર શહેરમાં 10 અને તાલુકામાં 11, હારીજ તાલુકાના 4, સાંતલપુર ગામના 2 તાલુકામાં 13, સરસ્વતી તાલુકામાં 5 અને સમી નગરમાં 1 અને તાલુકામાં 10 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 6,082 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં કુલ 1,964 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે.