ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા, 202 દર્દીઓ સાજા થયા - Corona News

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રવિવારે 98 કેસ નોંધાયા બાદ સોમવારે ફરીથી 121 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9561 થઈ છે. તેની સામે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવારથી 202 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા

By

Published : May 10, 2021, 10:17 PM IST

  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9561 થઈ
  • પાટણ શહેરમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા
  • પાટણ શહેરમાં પોઝિટિવ આંક 3843

પાટણઃ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 24 કલાકમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી સોમવારે નોંધાયેલા નવા 12 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3843 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા

ક્યા તાલુકામાં નવા કેટલા કેસ નોંધાયા

પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 18, ચાણસ્મા તાલુકામાં 4, સિદ્ધપુર શહેરમાં 7 અને તાલુકામાં 25, હારીજ શહેરમાં 2 અને તાલુકામા 2, સાંતલપુર તાલુકામાં 14, સરસ્વતી તાલુકામાં 11, સમી તાલુકામાં 9, શંખેશ્વર શહેરમાં 5 અને તાલુકામાં 10, રાધનપુર તાલુકામાં 2 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 9561 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 3843 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 1ના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરાઈ

784 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં

જિલ્લામાં 335 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. જયારે કોરોના પોઝિટિવ 306 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 784 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. પાટણ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમા સિદ્ધપુર તાલુકામાં 25 કેસ નોંધાયાં છે.

ABOUT THE AUTHOR

...view details