ઉતરાયણ પર્વમાં લોકો પતંગની મજા માણતા હોય છે, પણ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે. ત્યારે સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકા મથકો પર એક એક તથા પાટણ શહેરમાં 5 એમ કુલ મળીને 14 પક્ષી કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા હતા.
પાટણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવાયા - patan
પાટણઃ શહેર સહિત ઉત્તરાયણના બે દિવસમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને જિલ્લા વન સંરક્ષણ કચેરી ખાતે કાર્યરત પક્ષી રેસ્ક્યુ સેન્ટર ખાતે પક્ષી તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી.
પાટણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવ્યા
જિલ્લા વન સંરક્ષકની કચેરી ખાતે પક્ષી રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા કબૂતર, પોપટ, સમડી, તેતર સહિતના 117 ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. દોરાથી ગંભીર રીતે ઘાયલ થયેલા 7 પક્ષીઓ મોતને ભેટ્યા હતા.
ગત વર્ષે 264 પક્ષીઓ ઘાયલ થયા હતા. જ્યારે આ વર્ષે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને કારણે લોકોમાં આવેલી જાગૃતિને લીધે આછા પક્ષીઓ ઘાયલ હતા.