ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોના બેફામ, નવા 108 કેસ નોંધાયા

શહેરમાં સહિત જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બુધવારના રોજ પાટણ જિલ્લામાં 108 કેસ નોંધાયા ત્યારે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5,875 ઉપર પહોંચી છે.જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,932 છે.

By

Published : Apr 14, 2021, 11:00 PM IST

પાટણ જિલ્લામાં કોરોના બેફામ, નવા 108 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોના બેફામ, નવા 108 કેસ નોંધાયા

  • પાટણ જિલ્લામાં કોરોનાથી હાહાકાર
  • સતત દશમાં દિવસે નવા 108 કેસ નોંધાયા
  • શહેરમાં 61 નવા કેસ સાથે કુલ આંક 1,932પર પહોંચ્યો

પાટણઃ શહેરમાં સહિત જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બુધવારના રોજ પાટણ જિલ્લામાં 108 કેસ નોંધાયા છે. મંગળવારના રોજ શહેરમાં 22 કેસ નોંધાયા બાદ બુધવારના રોજ 61 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5,875 ઉપર પહોંચી છે.જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,932 છે.

પાટણ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાના 100 ઉપરાંત કેસ નોંધાઇ રહ્યા

પાટણ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાના 100 ઉપરાંત કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે સતત દશમાં દિવસે પણ કોરોનાના જિલ્લામાં કુલ 108 કેસ નોંધાવા છે. તેમાંય પાટણ શહેરમાં સૌથી વધુ 61 કેસ નોંધાયા છે. શહેરની સોસાયટી વિસ્તારોમાં કોરોના બેકાબૂ બન્યો છે. જિલ્લાભરમાં પણ અલગ-અલગ તાલુકા વિસ્તારોમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે ધારપુરની મેડીકલ હોસ્પિટલ ખાતે પણ તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યા જોતા અલાયદી વ્યવસ્થા ગોઠવાવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેરમાં બુધવારના રોજ 61 કેસ નોંધાયા

હાલમાં ધારપુર સિવિલના કોવિડ કેર સેન્ટરની તમામ 220 બેડ દર્દીઓથી ફૂલ છે. જેને લઈ બીજા દર્દીઓ હોસ્પિટલમા દાખલ થવા લાઈનમાં ઉભા છે. પાટણ શહેરમાં બુધવારના રોજ 61 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પમ્યો છે.પાટણ શહેરમાં કોરોના પોઝીટીવ આંક 1,932 પર પહોંચ્યો છે. તેમ છતાં શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જામી હતી અને કોઇ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનો અમલ જણાતો નહોતો . કેટલાય લોકો માસ્ક વિના આમતેમ ફરતા જોવા મળ્યા હતા. એક તરફ તંત્ર લોકોને સરકારી ગાઇડલાઇનનું પાલન કરાવવા સમજાવી રહ્યું છે તેમ છતાં હજૂપણ લોકો સચેત બનતા નથી, ત્યારે આવી મહામારીમાં લોકોએ સચેત રહી બીજાને પણ સચેત રાખવાની જરુર છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પણ કોરોનાએ લપેટમાં લીધા

પાટણ શહેર ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં 8 કેસ, ચાણસ્માં તાલુકામાં 5 કેસ, સમી નગરમાં 2 અને તાલુકામાં 1 કેસ નોંધાયા છે. રાધનપુર શહેરમાં 7 અને તાલુકામાં 1 જ્યારે સિદ્ધપુર તાલુકાના કનેસરામાં 1 કેસ, સરસ્વતી તાલુકામાં 16 કેસ, હારિજ તાલુકાના અડીયામાં 2 કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details