પાટણઃ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ જવાનોને શરદી ખાંસીની તકલીફ થતા તેઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવતા પોલીસ અધિકારી સહિત 10 જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
રાધનપુરમાં 10 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - પાટણ ન્યૂઝ
પાટણ જિલ્લામાં મંગળવારે વધુ 26 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1,318 થયો છે. પોઝિટિવ નોંધાયેલા 26 કેસમાંથી 15 કેસ રાધનપુરમાં નોંધાયા છે. જેમાં 10 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
કોરોના પોઝિટિવ પોલીસ અધિકારી
એક સાથે 10 પોલીસ કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા પોલીસબેડામાં ચિંતા ફેલાઇ છે. આ ઉપરાંત રાધનપુર શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી 5 કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં મંગળવારે નોંધાયેલા કેસમાં સિદ્ધપુર શહેરમાં 3 સહિત તાલુકાના કુવારાગામે 1, ચાણસ્મા શહેરમાં 1, પાટણ તાલુકાના ધારપુર ગામમાં 1, રણુંજ ગામમાં 2 અને પાટણ શહેરમાં ભંડારી પાડો, મદારસા તેમજ પાર્થ દિવાન બંગલોઝમાં એક-એક કેસ નોંધાયો છે.