પાટણનું 10 દાયકા જૂનું ઘર તિરંગાના રંગે રંગાયુ પાટણ :શહેરના ભદ્ર વિસ્તારમાં સ્નેહ કુંજ નામનું હેરિટેજ ધરોહર સમુ મકાન આવેલું છે. આ મકાનમાં પાટણના મરાઠી માનુષ અને એડવોકેટ સંધ્યાબેન પ્રધાન વર્ષોથી રહે છે. તેઓએ પોતાના પિતા અને દાદાના 10 દાયકાથી વધુ જુના અને મજબૂત બાંધકામ ધરાવતા હેરિટેજ ઈમારત સમા મકાનનું મોટા ખર્ચે રીનોવેશન કરાવ્યું છે. મકાનનું રીપેરીંગ કર્યા બાદ તેને રંગરોગાન કરવાનો સમય આવ્યો ત્યારે તેઓએ પોતાની વારસાઈ મિલકતને તિરંગાનો પરિવેશ પહેરાવ્યો હતો.
દેશ ભક્તિનો રંગ : તેમણે તેમના ભાઈ સાથે વાતચીત કરીને આ ઘરને રાષ્ટ્રીયતા સાથે જોડવાનો નિશ્ચય કર્યો હતો. તેઓએ આ માટે તિરંગો પસંદ કર્યો અને પોતાના ઘરની તમામ દિવાલ અને ઘરના અગ્રભાગના દેખાવને અન્ય રંગોથી સુશોભિત કરવાના બદલે નવિનતમ રંગ સિલેક્ટ કર્યો હતો. તેઓએ દેશ દુલારા તિરંગાના કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ રંગના ફોર્મેટમાં રંગકામ કરાવ્યું છે. આજે આ ધરોહર તિરંગાના પરીવેશન સજ્જ બની શોભી રહ્યું છે.
મારા દાદા યશવંતરાવ ગણેશ પ્રધાન પાટણ નગરપાલિકાની સ્થાપના કાળના વર્ષોમાં એટલે કે સને 1927માં પાટણ નગરપાલિકાના પ્રથમ ઇલેક્ટેડ ઉપપ્રમુખ હતા. તેમની કામગીરી ધ્યાને લઈને તત્કાલીન ગાયકવાડ સરકારે રાજરત્ન ઇલ્કાબથી વિભૂષિત કરીને ચાંદીનો સિક્કો, તલવાર, ખેસ અને પાઘડી ભેટ આપીને સન્માન કર્યું હતું.--સંધ્યાબેન પ્રધાન
120 વર્ષ જૂનું મકાન :સ્નેહ કુંજ નામની આ ઐતિહાસિક વિરાસત સમા ઘરનું બાંધકામ સને 1945 માં કરાયું હોવાનું ઘરના પ્રવેશદ્વાર પર અંકિત શિલાલેખમાં અંકિત કરેલું છે. તેની ઉપર રઘુનાથ યશવંત પ્રદાન એવું અંકિત કર્યું છે. દરેક વ્યક્તિમાં દેશભાવના જાગૃત થાય તેવા હેતુથી મહિલા વકીલે પોતાના ઘરને તિરંગાના રંગે રંગાયું છે. જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહિલાની આ દેશ પ્રત્યેની ભાવનાને લોકો આવકારી રહ્યા છે.
મુલાકાતીઓનો ધસારો : તિરંગાના રંગોથી રંગાયેલા આ હેરિટેજ મકાન આજે સુંદર અને રાષ્ટ્ર ગૌરવ સમૂહ ભાસી રહ્યું છે. જેની મુલાકાત માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવી રહ્યા છે. ત્યારે આ બાબતે નલીનીબેન માને પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સંધ્યાબેને તેમના વર્ષો જુના મકાનને ઐતિહાસિક રીતે તિરંગાના રંગે સજાવ્યું છે. જે ખરેખર પ્રશંસનીય છે. પાટણમાં 120 વર્ષ જૂનું મકાન કદાચ નહીં હોય. ત્યારે આ મકાનને હેરિટેજ ઈમારતોમાં સમાવવામાં આવે તેવી આશા છે.
- Har Ghar Tiranga: હર ઘર તિરંગા અભિયાન, તિરંગો ફરકાવતા પહેલા આ બાબતો જાણી લેજો
- Jamnagar Tiranga Rally : શાનદાર તિરંગા રેલીમાં જોડાયાં આર્મી, નેવી અને પોલીસના જવાનો, દેશભક્તિનો રંગ જામ્યો