ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં 1.90 કરોડની જલ યોજના મંજૂર કરાઈ - Sanitation Committee Patan

પાટણ જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂપિયા 1.90 કરોડની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં 1.90 કરોડની જલ યોજના મંજૂર કરાઈ
પાટણ જિલ્લામાં 1.90 કરોડની જલ યોજના મંજૂર કરાઈ

By

Published : Aug 5, 2020, 8:16 PM IST

પાટણ: જલ જીવન મિશન અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂપિયા 1.90 કરોડની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે.

વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) દ્વારા પ્રગતિ હેઠળના કામો અંગે કલેક્ટરને અવગત કરવામાં આવ્યા હતા.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં નલસે જલ કાર્યક્રમ હેઠળ કુલ 18 નવીન યોજનાઓ માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેના પગલે 904 જેટલા નળ કનેક્શન માટે અંદાજીત રૂપિયા 1.90 કરોડની સુચિત લોકભાગીદારીવાળી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.

આ યોજનાઓ અંતર્ગત પાટણ તાલુકામાં 03, ચાણસ્મા તાલુકામાં 02, હારીજ તાલુકામાં 03 તથા સરસ્વતી અને શંખેશ્વર તાલુકાઓમાં 01-01 યોજનાઓ મંજૂર કરવામાં આવી છે.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા હાલ પ્રગતિ હેઠળના કુલ 43 ગામોની યોજનાઓ અંગે સમિક્ષા કરવામાં આવી હતી સાથે જ સમયમર્યાદામાં ગ્રામજનોને પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે બાકી યોજનાઓની કામગીરી સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details