ગુજરાત

gujarat

હાલોલમાં મહિલાઓએ મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજી

By

Published : Apr 7, 2019, 7:33 PM IST

પંચમહાલઃ જીલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી 23 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે મતાધિકાર ધરાવનાર મતદારો પોતાની ફરજ સમજી મતદાન કરે અને સમાજમાં મતદાનને લઈને જાગૃતિ આવે એ હેતુથી હાલોલ નગરમાં આવેલી "સહેલી" સંસ્થાની મહિલાઓએ એક રેલીનુ આયોજન કર્યુ હતુ. જે રેલી હાલોલ નગરના જુદાજુદા વિસ્તારમાં ફરી હતી.

હાલોલમાં મહિલાઓએ મતદાન જાગૃતિ અંગે બાઈક રેલી યોજી

પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે "સહેલી" ટ્રસ્ટની મહિલાઓએ મતદાન અંગે જાગૃતિ કેળવવા એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું. હાલોલ પ્રાંત અધિકારી એ.કે.ગૌતમે રેલીને ફ્લેગ ઓફ આપ્યો હતો.

હાલોલમાં મહિલાઓએ મતદાન જાગૃતિ અંગે બાઈક રેલી યોજી

જે બાદ શક્તિ સ્વરૂપે સૌ બહેનોએ 'મતદાન-મહાદાન" મતદાન તમારો અધિકાર છે. આપનો મત અમૂલ્ય છે, જેવા મતદાન જાગૃતિના નારા સાથે નગરના જાહેરમાર્ગો પર ફરી સ્વતંત્ર ભારતની લોકશાહી રજુ કરી નારીશક્તિએ રાષ્ટ્રીપ્રેમની ઉચ્ચ ભાવનાથી ભારત માતાકી જય જયના ઘોષ સાથે અનેરૂ આકર્ષણ જગાવ્યુ હતું. તેમજ 23 એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં સૌ મતદાન કરવા હાલોલના નગરજનોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details