ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા નગરપાલિકા વિસ્તારની બિનઆવશ્યક દુકાનોને આપેલી છૂટછાટ પાછી ખેંચાઇ - બિન આવશ્યક

નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની મહત્વની જાહેરાત કલેક્ટરે કરી હતી.

બિનઆવશ્યક દુકાનોને આપેલી છૂટછાટ પાછી ખેંચાઇ
બિનઆવશ્યક દુકાનોને આપેલી છૂટછાટ પાછી ખેંચાઇ

By

Published : Apr 29, 2020, 3:47 PM IST

પંચમહાલ : જિલ્લામાં મહત્વની જાહેરાત કરતા કલેક્ટર અમીત અરોરાએ જણાવ્યું હતું કે, ગોધરા શહેરમાં વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંક્રમણને આગળ વધતું રોકવા શહેરના કોરોના પ્રભાવિત વિસ્તારો ધરાવતા વોર્ડ ૩, ૬ અને ૯ને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં આવતા તમામ વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણો લાગુ પડશે. આ વિસ્તારોમાં મેડિકલ ઈમરજન્સી સિવાયની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. વધુમાં જણાવતા કહ્યું કે આ વિસ્તારના નાગરિકો માટે દૂધ, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓ કન્ટેઇનમેન્ટ ઝોનની અંદર જ પુરી પાડવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટર દ્વારા આ અંગેનું વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કલેકટરે જણાવ્યું હતું કે શહેરના વેપારી એસોસિએશન સાથે યોજાયેલી બેઠકમાં શહેરમાં સંક્રમણની સ્થિતિને લઈને એસોસિએશન દ્વારા બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો બંધ રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને ગોધરા નગરપાલિકાની હદમાં આવતી બિન આવશ્યક ચીજવસ્તુઓની તમામ દુકાનોને ખુલ્લી રાખવા અંગે અપાયેલી પરવાનગી સાત દિવસ માટે એટલે કે તારીખ 03/05/2020 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વોર્ડ નંબર ૩, ૬ અને ૯માં સમાવિષ્ટ વિસ્તારો


ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર- ૩માં પ્રભાકુંજ સોસાયટી, શાંતિ નિવાસ સોસાયટી, અલંકાર સોસાયટી, સુકલ સોસાયટી, વલ્લભ પાર્ક, કલાલ દરવાજા, ચિત્રા રોડ, ચર્ચ, જૈન સોસાયટી, પોલીસ હેડ કવાર્ટર વિસ્તારોનો સમાવેશ થાય છે. જયારે વોર્ડ નંબર-૬ માં પોલન બજાર, ગુહ્યા મહોલ્લા, જુના બસ સ્ટેન્ડ, વાલી ફળીયા નંબર એક બે ત્રણ, મલા કમ્પાઉન્ડ, મહમમ્દી મહોલ્લા અને રાટા પ્લોટનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર-૯માં વ્હોરવાડ, મીઠી ખાન મહોલ્લા, અબરાર મહોલ્લા, રાણી મસ્જિદ, મુસ્લિમ સોસાયટી, ચિકેલી રોડ અને રકસન રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details