પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાંથી પસાર થતી પાનમની પાણીની મુખ્ય પાઇપ લાઇન સિંધી ચોકડી પાસે લીકેજ થઇ હતી. લીકેજ પાણીની મુખ્ય પાઇપ લાઇનમાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ચોખ્ખુ પાણી ગટર અને હાઇ-વે માર્ગ પર વહી ગયુ હતુ. તંત્ર દ્વારા કલાકો બાદ લીકેજની મરામત હાથ ધરવામા આવી હતી. જીલ્લાના અમુક ગામોમા પાણીની સમસ્યાના પોકાર ઉઠી રહ્યા છે.
પંચમહાલમાં પાનમ યોજનાની પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થવાનો સિલસિલો યથાવત - gujarat
પંચમહાલઃ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ યોજનાની પીવાની પાઈપલાઇનને જાણે નજર લાગી હોય તેમ ત્રીજી વખત લીકેજ થતા પાણી રસ્તા ઉપર રેલાતુ જોવા મળ્યુ હતુ. શહેરાના સિંધી ચોકડી વિસ્તારમાં હાઇ-વે માર્ગ પાસેથી પસાર થતી પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી. જો કે, તંત્રએ આવીને સમારકામની કામગીરી શરુ કરી હતી.
પાનમ યોજનાની પાઇપલાઇનમાથી પાણી લીકેજ થવાનો સિલસિલો યથાવત
પાનમની પાઇપ લાઇનમાથી છાશવારે લીકેજ થઇ રહી છે.આ પહેલા પણ શહેરાની લખારા સોસાયટી અને વાટાવછોડા ગામ પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.