શહેરા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ - water issue
પંચમહાલઃ શહેરા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પાણી સમિતિની મીટીંગ મળી હતી. પાણીપુરવઠા સહીતના અધિકારીઓ સાથેના તાલુકામાં વિકટ સમસ્યા ના બને તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
શહેરા તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા લઈને પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ડી. એમ. દેસાઈની અધ્યક્ષતામાં પાણી સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાણી પુરવઠા અધિકારી પી.એમ.બામણ, તાલુકા વિકાસ અધિકારી ડી.આર.ચૌહાણ, ટી.પી.ઓ. એસ.એલ પટેલ, મામલતદાર મેહુલકુમાર ભરવાડ તેમજ એમ.જી.વી.સી.એલ. તંત્રના અધિકારીઓ સાથે તાલુકામાં કેટલા હેન્ડપમ્પ ચાલુ છે,પાણી કયા ગામમાં પાણીની સમસ્યા છે વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
હાલમાં તાલુકામાં પાણી પુરવઠા હસ્તક 7,917 હેન્ડપમ્પમાંથી 766 જેટલા હેન્ડપમ્પ બંધ હાલતમાં છે.અને તાલુકા પંચાયત હસ્તક 5600 હેડપંપ માંથી 160 જેટલા હેડપંપ બંધ હાલતમાં છે.હાલ તાલુકાના બંધ થયેલા હેન્ડપમ્પની રીપેરીંગની કામગીરી 6 જેટલી ટીમદ્રારા શરૂ કરવામા આવી છે.