પંચમહાલ જીલ્લામાં યુવાનથી લઇને સિનીયર સિટીજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશનો લોકશાહીના સ્તંભને મજબુત બનાવ્યો હતો. જેમાં શહેરા તાલુકા માતરીયા ગામના યુવાન હસમુખકુમાર ભારતભાઈ બારીયાનો આજે લગ્ન પ્રસંગ હતો. જેઓ પ્રભુતામાં પગલા પાડવા જાય તે પહેલા જ માતરીયાના મતદાન મથક ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લાડી લેવા જતા પહેલા વરરાજા પહોચ્યા મતદાન મથકે
પંચમહાલ: હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે શહેરા તાલુકાના એક વરરાજાના લગ્ન હોવા છતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લાડી લેવા જતા પહેલા વરરાજા પહોચ્યા મતદાન મથકે
વરરાજાના પરિવેશમાં ઘરેથી પોતાના પરિવાર સાથે નીકળી હસમુખ બારીયા મતદાન મથક પહોચ્યા હતા. ત્યારે તે ઉપસ્થિત મતદારોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.