ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં સુરતના મૃતકોને ટ્યૂશન સંચાલકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ - tribute

પંચમહાલ: સુરત શહેરના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. જેમાં એક ખાનગી ટ્યૂશન ક્લાસીસના 21 જેટલા બાળકો આ આગમાં હોમાઈ ગયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ખાનગી ટ્યૂશન ક્લાસીસ ચલાવતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ગોધરામાં સુરત મૃતકોને ટ્યૂશન સંચાલકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

By

Published : May 26, 2019, 7:32 PM IST

ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા ગોધરા શહેરમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ફાયરસેફ્ટીના સાધનો તાકીદે લગાવી દેવા જણાવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લા ખાનગી ટ્યૂશન ક્લાસિસ એસોસીએશન દ્વારા ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે ભેગા મળીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ગોધરામાં સુરતના મૃતકોને ટ્યૂશન સંચાલકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગોધરા શહેરના તમામ નાના-મોટા ટ્યૂશન ક્લાસિસ ચલાવતા સંચાલકો જોડાયા હતા અને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. સાથે જ એક સંચાલકે જણાવ્યું હતું કે, સુરતની ઘટના બાદ ગોધરા નગર પાલિકા દ્વારા અમને નોટિસ આપ્યા બાદ અમે ક્લાસીસ બંધ રાખ્યા છે. અમારા ક્લાસરૂમમાં જ્યાં સુધી ફાયરસેફ્ટી સાધનો અને NOCના મળે ત્યાં સુધી અમે અમારા ક્લાસીસ બંધ રાખશું. તેમજ આગામી સમયમાં અમારા ક્લાસરૂમમાં આગ જેવી ઘટનાને ડામવાના બધા સાધનો અમે રાખીશું.

ABOUT THE AUTHOR

...view details