ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી બાળકોના માથે મંડરાતુ મોત, તંત્ર શાળા બંધ કરવાની પેરવીમાં - punchmahal

પંચમહાલઃ ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી ગુજરાતી મિશ્ર શાળા જર્જરીતમાં છે. તંત્ર આ શાળાનું સમારકામ કરવાના બદલે તેને તાળા મારવાની પેરવી કરી રહ્યુ છે. જેના કારણે 150 જેટલા બાળકોના અભ્યાસ પર પ્રશ્નાર્થ મુકાય તેવી શક્યતા છે.  ત્યારે આ વિસ્તારના આદિવાસી સમૂદાયે વહીવટીતંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો.

આદિવાસી બાળકોના માથે મંડરાતુ મોત, તંત્ર શાળા બંધ કરવાની પેરવીમાં

By

Published : Jun 5, 2019, 1:26 PM IST

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં 75 વર્ષથી ચાલતી ભસરકારી મિશ્ર શાળા અંત્યત દયનિય હાલતમાં છે. શાળાનું મકાન પડુ પડુ થઈ રહ્યુ છે. આ શાળામાંં આસપાસના આદિવાસી સમાજના 135 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. થોડા વર્ષો અગાઉ ધોરણ 6 અને 7ની શાળા જર્જરિત થઈ ગઈ હોવાના કારણે અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીકની SRPશાળામાં ખાસેડવામાં આવ્યા હતાં. વર્ષો બાદ પણ તંત્ર દ્વારા શાળાનું મકાન બનાવવા કોઈ પ્રયત્ન કરાયો નથી.

આદિવાસી બાળકોના માથે મંડરાતુ મોત, તંત્ર શાળા બંધ કરવાની પેરવીમાં

ઉપરાંત હવે બાકીના વર્ગો પણ બંધ કરીને તમામ બાળકોને નજીકની SRP શાળામાં ખસેડવા ઉપરાંત શાળા બંધ કરી દેવાની તજવીજ હાથ ધરી છે. તંત્રના આ પ્રયાસો સામે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજરોજ વાલીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ જર્જરીત મકાનને તોડી નવીન બનાવવા માગ કરી છે.


ABOUT THE AUTHOR

...view details