ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલમાં પુસ્તકાલયની અગાસી પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો - A resident of Biliyapura village in Halol taluka

હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલા સાર્વજનિક પુસ્તકાલયની અગાસી પરથી સોમવારે એક અસ્થિર મગજના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે હાલોલ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ(PM) માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

પુસ્તકાલયની અગાસી ઉપરથી મળ્યો યુવાનનો મૃતદેહ
પુસ્તકાલયની અગાસી ઉપરથી મળ્યો યુવાનનો મૃતદેહ

By

Published : Feb 9, 2021, 9:47 AM IST

  • પુસ્તકાલયની અગાસી ઉપરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
  • યુવાન મૂળ હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામનો રહેવાસીહતો
  • પુસ્તકાલય પાસે આવેલા એક ભજીયાની દુકાનમાં નોકરી કરતો

પંચમહાલ : હાલોલ નગરના પાવાગઢ ખાતે આવેલ શ્રી ભોગીલાલ કાલિદાસ માસ્તર સાર્વજનિક પુસ્તકાલયની અગાસી ઉપર અંદાજે 28થી 30 વર્ષીય યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આસપાસના ધંધાર્થીઓએ બનાવ અંગે તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસ મથકને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક હાલોલ પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃત યુવાનના વિશે તપાસ હાથ ધરી હતી. મૃત્યુ પામેલો યુવાન મૂળ હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામનો રહેવાસી હોવાનું અને તેનું નામ સંજયભાઈ શંકરભાઈ બારીયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

પુસ્તકાલયની અગાસી ઉપરથી મળ્યો યુવાનનો મૃતદેહ

સંજય અસ્થિર મગજનો હતો

મૃત્યુ પામનાર સંજયભાઈ થોડા સમય અગાઉ પુસ્તકાલય પાસે આવેલા એક ભજીયાની દુકાનમાં પણ નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જેમાં તે અસ્થિર મગજનો હોવાથી પુસ્તકાલયની આસપાસ આવેલી દુકાનોના ઓટલાઓ પર સૂઈ જતો અને રાતવાસો કરતો હતો. દિવસ દરમિયાન આ વિસ્તારમાં આસપાસ લઘરવઘર હાલતમાં ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સંજય દારૂ પીવાની ટેવ પણ ધરાવતો હતો. આ માહિતી પુસ્તકાલયની આસપાસના ધંધાર્થીઓ પાસેથી જાણવા મળી હતી.

હાલોલ પોલીસ વધુ તપાસ હાથ ધરી

હાલોલ ટાઉન પોલીસે મૃતક સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details