ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં ક્ષત્રિય સમાજની બહુમતિથી ઊમેદવારની થઇ શકે છે જીત - Gujarat

પંચમહાલ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની 26 લોકસભા સીટ માટે 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે. જેથી પંચમહાલ જિલ્લામાં રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગ્યા છે. ભાજપના પ્રભુત્વવાળી પંચમહાલ બેઠક ઉપર આ વખતે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. આ બેઠકમાં પંચમહાલની ચાર, ખેડા જિલ્લાની એક, મહીસાગર જિલ્લાની બે વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

પંચમહાલ બેઠક પર ક્ષત્રિય સમાજ જેની પડખે રહે તેનો વિજય નિશ્ચિત

By

Published : Mar 26, 2019, 9:06 PM IST

ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારોને વોટ મેળવવા ત્રણ જિલ્લાના વિસ્તારમાં પ્રચાર માટે ફિલ્ડિંગ ભરવી પડશે. ભાજપ ફરી આ બેઠક પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે, ત્યારે કોંગ્રેસ પણ હાલના સમયમાં ચાલતી મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રચારમાં મત મેળવાનો પ્રયત્ન કરી શકે છે.

છેલ્લાદાયકાથી પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો યથાવત છે. આ બેઠકમાં કુલ 17,34,158 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આ મહાપર્વમાં કરશે.

પંચમહાલ બેઠક પર ક્ષત્રિય સમાજ જેની પડખે રહે તેનો વિજય નિશ્ચિત

પંચમહાલ લોકસભા સીટમાં સૌથી વધુ મતદારો લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં અને સૌથી ઓછા મતદારો મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં આવેલા છે. સમગ્ર પંચમહાલ (ગોધરા) લોકસભા સીટ પર પ્રભુત્વ ધરાવતા સમાજના મતદારોની વાત કરીએ તો ક્ષત્રિય સમાજના 4,50,000 મતદારો, કોળી સમાજના 2,25,000 મતદારો, મુસ્લિમ સમાજના 2,15,000 મતદારો જયારે દલિત સમાજના 1,30,000 મતદારોનું પ્રભુત્વ પંચમહાલ લોકસભા સીટ પર જોવા મળે છે.

એટલે એવું ચોક્કસ કહી શકાય કે, ક્ષત્રિય સમાજ જે ઉમેદવારની પડખે રહે તેની જીત નિશ્ચિત છે. પંચમહાલ લોકસભા સીટમાં સૌથી વધુ મતદારો લુણાવાડા વિધાનસભા ક્ષેત્રમાં છે.ઉમેદવારોએ જીત મેળવવી હોય તો મહીસાગરના મુખ્ય મથક લુણાવાડા મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજ સાથે સભાઓ યોજી મતદારોને આકર્ષવા પડશે.

ABOUT THE AUTHOR

...view details