ગુજરાત

gujarat

By

Published : Sep 6, 2019, 11:18 PM IST

ETV Bharat / state

ગોધરામાં ગણેશ ઉત્સવને લઈને GEB દ્વારા વીજવાયર હટાવવાની કામગીરી હાથ ધરાઇ

ગોધરાઃ ગણેશ ઉત્સવને લઈને આગમન કે વિસર્જન યાત્રા દરમિયાન વીજવાયર અડી જતાં કરંટ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ગોધરા GEB દ્વારા આવી ઘટના અટકાવા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો

હાલ રાજ્યમાં રંગેચંગે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, લોકો હાલ ગણેશોત્સવની ઉજવણી કરવામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે આ ઉત્સવમાં ગણેશજીના આગમન કે વિસર્જન યાત્રા દરમિયાન કેટલીક જગ્યા પર જીવંત વીજવાયર પસાર થતા હોય છે. જેને મૂર્તિ કે ડીજે સાઉન્ડ સિસ્ટમ અડકી જતા કરંટ લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે ગોધરા શહેર ખાતે GEB ઓફિસ દ્વારા ખાસ રસ્તાઓનું નીરીક્ષણ કરી નીચેથી પસાર થતાં વીજવાયર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગોધરામાં ગણેશ ઉત્સવને લઈને GEB દ્વારા વીજવાયર હટાવવાની કામગીરી હાથ ધરાઇ

ખાસ નગરજનોને પણ અપીલ કરવામાં આવી છે કે વાયર દૂર કરવા માટે ખાસ GEBને જાણ કરે, જેમાં નગરજનો શ્રીજીની યાત્રા દરમિયાન વીજવાયર દૂર કરવા માટે જાણ કરી શકશે અને GEBના કર્મચારીઓ તુરંત સ્થળ પર આવી વાયર દૂર કરશે. આ ઝુંબેશ અંતર્ગત GEBના કર્મચારીઓ દ્વારા ગોધરા શહેરના નીચેથી વીજવાયર પસાર થતા વિસ્તારોમાંથી વાયર પણ ઊંચા લેવામાં આવ્યા છે. આમ GEBના આ પ્રયત્નથી કરંટ લાગવાની ઘટનામાં ઘટાડો કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details