શહેરા તાલુકા મથક ખાતે નવીન બસ સ્ટેશનની માંગણીને લઇને જૂના બસ સ્ટેશનને તોડીને કામગીરી પાછલા એક વર્ષથી ચાલી રહી હતી. જેમાં 1.79 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેશનને CCTV કેમેરા અને અન્ય સુવિધાથી સજ્જ બનાવામાં આવ્યું છે. શહેરાની સાથે-સાથે વેજલપુર બસ સ્ટેશનનું પણ લોકાપર્ણ કરવામાં આવશે. તાલુકા મથક ખાતે નવીન બનેલા બસ સ્ટેશનનું ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે રીબીન કાપીને મુસાફરો માટે ખુલ્લુ મૂકવામાં આવનાર છે.
પંચમહાલના શહેરા અને વેજલપુર બસસ્ટેશનનું શનિવારે લોકાપર્ણ થશે - gujaratinews
પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકા મથક ખાતે 1.79 કરોડના ખર્ચે નવીન બસ મથક તૈયાર થઈ ગયું છે. જેમાં શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભાવનગર ખાતેના એક કાર્યકમમાં ઓનલાઇન લોકાર્પણ કરવાના છે.
પંચમહાલના શહેરા અને વેજલપુર બસસ્ટેશનનું શનિવારે લોકાપર્ણ
આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ, પ્રાંત અધિકારી ડી. એમ. દેસાઈ, મામલતદાર મેહુલભાઈ ભરવાડ, નગર પાલિકા પ્રમુખ સ્નેહાબેન શાહ, તાલુકા વિકાસ અધિકારી ડી. આર. ચૌહાણ, ST વિભાગમાંથી યાંત્રિક ઇજનેર એન. કે. ચરપોટ તેમજ આર. ડી. ડામોર સહિત ઉપસ્થિત રહેશે.