ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમમાં પાગલ યુગલે ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી, 8 મહિનાના બાળકે માતા ગુમાવી - Panchmahal news

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક એક પ્રેમમાં પાગલ યુગલે ઝાડ પર ગળેફાંસો ખાઈ પોતાની જીવા દોરી ટૂંકાવી

પ્રેમમાં પાગલ યુગલે ગળેફાંસો ખાઇ જીંદગી ટુકાવી,  8 મહિનાના બાળકે માતા ગુમાવી
પ્રેમમાં પાગલ યુગલે ગળેફાંસો ખાઇ જીંદગી ટુકાવી, 8 મહિનાના બાળકે માતા ગુમાવી

By

Published : Feb 28, 2020, 11:25 PM IST

પંચમહાલઃ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક એક પ્રેમમાં પાગલ યુગલે આ ભવ નહિ મળાય એમ સમજી એક સાથે ગળેફાંસો ખાઇ જીંદગી ટુકાવી હતી. કાલોલ તાલુકાના સમડિયાની મુવાડી ગામમાં એક પરણિત યુવતી અને અને અપરણિત યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતા. જેથી સમાજ આ બંન્ને પ્રેમી યુગલને નહિ સ્વીકારે એ ડરથી પોતાના ગામથી થોડે દુર જઇ બન્નેએ સાડીના સથવારે ગળેફાંસો ખાઈ પોતાની જીવા દોરી ટૂંકાવી હતી. જો કે, આ તમામ બાબતો વચ્ચે પરણતી મહિલાના 8 મહિનાના બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી.

ABOUT THE AUTHOR

...view details