આ સનાતન હિન્દુ દેવાલય 1933માં મેજર સર હેનરી ફ્રીલેન્ડએ બનાવ્યું હતું. આ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં શ્રાવણ માસ દરમિયાન નર્મદેશ્વર મહાદેવની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તજનો જળાભિષેક, રુદ્રાભિષેક તેમજ પૂજા અર્ચના કરતા હોય છે.
જાણોઃ દાહોદમાં અંગ્રેજોએ નિર્માણ કરેલું નર્મદેશ્વર મહાદેવનો અનોખો મહિમા - પૂજા-અર્ચના
દાહોદઃ બ્રિટિશ સમય દરમિયાન દાહોદના પરેલ વિસ્તારમાં અંગ્રેજ અફસર દ્વારા બનાવામાં આવેલા સનાતન હિન્દુ દેવાલયમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્યાણકારી હોવાને લીધે અહીં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. આવો જાણીએ આ મંદિર વિશે પૂજારી શું કહે છે.
દાહોદમાં અંગ્રેજોએ નિર્માણ કરેલુ નર્મદેશ્વર મહાદેવનો મહિમા
આ મહાદેવ મંદિરમાં પ્રભુની પૂજા-અર્ચના કર્યા બાદ મનોકામનો પૂર્ણ થાય છે. અહીં શિવભક્તો જે માનતાઓ માને છે એ પૂર્ણ થાય છે. જેથી દૂર-દૂરથી લોકો દર્શનાર્થે આવે છે.
Last Updated : Aug 5, 2019, 6:02 AM IST