પાવાગઢ ખાતે રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, વધુમાં ચોમાસામાં પાવાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠતું હોય છે. ત્યારે આ સૌંદયને માણવા આવેલા વડોદરાના એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ધ્વનિ ચોક્સી જે માંચીથી ઉપર ગઈ હતી. ભદ્રકાલી માતાના મંદિર પાસે આવેલા એક કિલ્લા પાસે સાંજના સમયે ઉભા રહીને ટીકટોક વીડિયો શુટ કરવા જતા ખાડામાં ખાબકી હતી.
પાવાગઢમાં ફરવા આવેલી વિદ્યાર્થીને ટીકટોક વીડિયો બનાવવું પડ્યું ભારે - વિદ્યાર્થીની
પંચમહાલ: જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢના દર્શનાથે આવેલી એમ.એસ.યુનિર્વસીટીની એક વિદ્યાર્થીને ભદ્રકાલી માતાના મંદિર પાસે ટીકટોક વીડિયો શુટ કરવું ભારે પડ્યું હતું.
ત્યારબાદ બુમાબુમ કરતા અને આસપાસના સ્થાનિકોને જાણ થતા દોડી આવ્યા હતા. તેમજ તેને ખાડામાંથી કાઢીને 108 દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં ધ્વનિનો પગ ફેક્ચર થયો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢના ડુંગર ઉપર આ પહેલા પણ આ રીતે ખાડામાં તેમજ ખીણમા પડી જવાના બનાવો બન્યા છે. ત્યારે, આવી જોખમી જગ્યાઓ પર તંત્ર દ્વારા સુચનબોર્ડ કે પછી પ્રતિબંધ મુકવા અંગે વિચારે તે જરૂરી છે. આજકાલ સોશિયલ મિડીયામાં સેલ્ફી અને ટીકટોકની ઘેલછાનું વળગણ યુવાવર્ગ માટે જોખમકારક પણ સાબિત થઇ રહ્યું છે.