ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ જિલ્લાનું પ્રથમ ભવ્ય જનપદ સંમેલન સંસ્કૃતભારતી યોજાયું - sanskrit language

પંચમહાલ જિલ્લામાં પ્રથમ વખત સંસ્કૃત ભાષાની ઉન્નતિ માટે ભવ્ય જનપદ સંમેલન સંસ્કૃતભારતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

"સંસ્કૃતભારતી"
"સંસ્કૃતભારતી"

By

Published : Feb 16, 2021, 10:33 PM IST

Updated : Oct 21, 2022, 2:45 PM IST

  • વિવિધ શાળાના બાળકોએ સંસ્કૃતમાં કરી પ્રસ્તુતી
  • સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવાની કરાઈ ચર્ચા
  • zoom app અને Facebook ના માધ્યમથી 250 લોકોએ માણ્યો કાર્યક્રમ


પંચમહાલ:જિલ્લાનું પ્રથમ ભવ્ય જનપદ સંમેલન કલરવ સ્કૂલ, ગોધરા ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ગુરુધામ આશ્રમના મહંત ઇન્દ્રજીત મહારાજ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકી, કલરવ વિદ્યા સંકુલના પ્રમુખ જયેશભાઈ શાહ, સંસ્કૃતભારતી પક્ષથી વડોદરા વિભાગના વિભાગ સંયોજક યોગેશભાઈ ત્રિવેદી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત ભાષામાં વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી

દીપ પ્રાગટય અને ભારત માતાના પૂજનથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી આવેલા કાર્યકર્તાઓ અને જુદી જુદી શાળાઓના બાળકો દ્વારા અનેક કૃતિઓ પ્રસ્તુત કરાઈ હતી. વિશેષતા એ હતી કે તમામ કૃતિઓ માત્ર સંસ્કૃતભાષામાં જ રહી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની રહ્યું.આ કાર્યક્રમમાં ગુરુધામ આશ્રમ રામજી મંદિરના ગુરુજી, ગોધરાના મહંત શ્રી ઇન્દ્રજીત મહારાજે આર્શીવચન પાઠવ્યા હતા.

સંસ્કૃત ભાષાના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી

ડૉ. અનિલભાઈ સોલંકીએ સંસ્કૃત ભાષાના વિકાસ માટે સમાજની નૈતિક જવાબદારી ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. જયેશભાઈ શાહે બાળકને બાળપણથી જ સંસ્કૃતની અભ્યાસ કરાવવો જોઈએ એમ જણાવી સંસ્કૃતનું મહત્ત્વ કર્યું હતું.કાર્યક્રમના મુખ્યવક્તા શ્રી યોગેશભાઈ ત્રિવેદીએ સંસ્કૃતના વિકાસથી રાષ્ટ્રના વિકાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતના વિકાસ માટે ગ્રામસ્તરથી પ્રયાસ કરવા પડશે. સૌની ભાગીદારીથી જ સંસ્કૃતને ફરીથી જનભાષા બનાવી શકાશે.

સંસ્કૃત ભાષાના સરલીકરણ વિશે વાત કરવામાં આવી

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મહેશ પટેલે કર્યું હતું. પ્રો. જીતેન્દ્ર પંચાલે ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો. ડૉ. રાજેન્દ્ર મકવાણાએ જનપદની જુદી જુદી પ્રવૃત્તિઓનું કથન કર્યું હતું. પંચમહાલ જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી સંસ્કૃત અનુરાગીઓએ પોતાનો સમગ્ર વ્યવહાર સંસ્કૃતમાં કરીને સંસ્કૃત ભાષા સરળ અને બોલચાલની ભાષા છે એવું સૌને સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે મિતેશ શર્માએ આભારવિધિ કરી હતી.

ભાગ લેનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

આ કાર્યક્રમમાં ડૉ. ગીતાબેન પંચાલ અને પ્રો. પ્રવીણભાઈ પંચાલે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ડૉ. દિલીપ ચૌહાણ ડૉ. નરેશ વણઝારા અને અન્ય સંસ્કૃતભારતીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા સંસ્કૃત અનુરાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ zoom app અને Facebook ના માધ્યમથી ઓનલાઇન કરવામાં આવ્યો હતો જેમાં લગભગ ૨૫૦ જેટલા લોકોએ આ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.

Last Updated : Oct 21, 2022, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details