ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરવા હડફના કોંગ્રેસના ઉમેદવારે હાર દેખાતા મતગણતરી કેન્દ્ર છોડ્યું મીડિયા સમક્ષ પ્રતિક્રિયા - Suresh katara news

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી આજે રવિવારે મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનિયન કૉલેજ ખાતે યોજાયું. તેમાં નિમિષા સુથાર વધારે મત સાથે જીત તરફ જતા દેખાઇ રહ્યા હતા. 17માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાને પોતાની હાર દેખાતા મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યા હતું કે, આ કોરોના મહામારીના સમયમાં સત્તાના જોરે ભાજપે ચૂંટણી જીતી ગઈ છે.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા
કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા

By

Published : May 2, 2021, 1:39 PM IST

  • મોરવાહડફ બેઠકનો 21માં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર નિમિષા સુથાર આગળ
  • 17માં રાઉન્ડ પછી કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કટારાને હાર દેખાતા મત કેન્દ્ર છોડ્યું
  • સુરેશ કટારાને મિડીયા સમક્ષ હારની પ્રતિક્રિયા આપી

પંચમહાલ : જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી આજે રવિવારે મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનિયન કૉલેજ ખાતે યોજાયું. જેમાં સવારે 8 કલાકથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ બેલેટ પેપર પરના મતોની ગણતરી થઇ ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવી.

દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું

ચૂંટણી યોજાવાનું કારણ કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં હાજર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકી વિવાદિત નિવેદન આપ્યું હતું. ચંદ્રિકા બારીયાએ જણાવ્યું હતું કે, ભાજપ વાળા જે જે જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે. મશીનથી જીત્યા છે, દારૂની પોટલીથી જીત્યા છે, 500 ગ્રામ તેલથી જીત્યા છે. આ 5 વર્ષ નથી ચાલવાનુ સાથે સાથે પોતાને હરાવવા માટે જણાવ્યું કે, મેં વિધાનસભામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે. મારા સામે મુખ્યપ્રધાન કે ગણપત વસાવાને મુકવા પડે.

આ પણ વાંચો :આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી

21માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર 59862 મત સાથે આગળ રહ્યા

આ ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર આગળ રહ્યા છે. 21માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર 59862 મત સાથે આગળ રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવરના સુરેશ કટારાના 20453 મત હતા. ત્યારે 17 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાને પોતાની હાર દેખાતા મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યા હતું કે, આ કોરોના મહામારીના સમયમાં સત્તાના જોરે ભાજપે ચૂંટણી જીતી ગઈ છે. લોકો કોરોનાના કારણે મત આપવા આવ્યા નહિ જેનું આ પરિણામ છે.

આ પણ વાંચો :મોરવા હડફ ખાતે યોજાયેલ કોંગ્રેસ બેઠકમાં ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ

કોરોના મહામારીમાં સરકારે ચૂંટણી યોજીને લોકોને મજબૂર કરીને મતદાન કરાવ્યું

સુરેશ કટારાએ જીત બદલ ભાજપના ઉમેદવાર નિમિષા સુથારને અભિનંદન પાઠવ્યા છે. તથા જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારે ચૂંટણી યોજીને લોકોને મજબૂર કરીને મતદાન કરાવ્યું છે. મતગણતરી માટે પણ કોઇ બહાર નીકળવા તૈયાર નથી. સામાન્ય જનતા કોરોનામાં મરી રહી છે. સરકારે અત્યારે તેની ચિંતા પ્રથમ કરવી જોઇએ. ચૂંટણી તો આવતી જતી રહે. કોરોના મહામારીને કારણે લોકો એટલા ડરી ગયા છે કે, તેઓ ઘરની બહાર આવતા પણ ડરે છે. તેથી લોકો મત આપવા આવ્યા નહિ. ભાજપ સત્તા પર હોવાથી સત્તાના જોરે તેને ચૂંટણી જીતી છે.

ABOUT THE AUTHOR

...view details