આ આવેદન પત્ર પ્રમાણે એસોસિયેશને જણાવ્યું હતું કે, મેડિકલ વિભાગમાં થતા હુમલા ડૉક્ટરનું મોરલ ડાઉન કરતા હોય છે. સાથે જ જેની અસર દર્દીની સારવાર પણ જોવા મળી શકે છે. મેડિકલ ક્ષેત્રમાં થતા હુમલાને રોકવા કાયદાઓ મજબુત કરવા જોઈએ અને અને જાગૃતતા લાવવી જોઈએ.
કલકત્તા હુમલાને લઈને પંચમહાલમાં તબીબોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
પંચમહાલ: જિલ્લામાં આવેલા ગોધરા મેડિકલ એસોસિયેશન દ્વારા કલકત્તામાં થયેલા તબીબી હુમલાને લઈને તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગોધરાના તમામ તબીબો દ્વારા ઓપીડીને 2 કલાક સુધી બંધ રાખી હતી. તેમજ પૂરા દિવસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી હતી.
પંચમહાલમાં તબીબોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
જો કોઈ મેડિકલ ક્ષેત્રના વ્યક્તિ પર હુમલો થાય તો હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ હોવી જોઈએ. હોસ્પિટલના વિસ્તારને સ્પેશિયલ ઝોન તરીકેનો દરજ્જો મળવો જોઈએ.