ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, પંચમહાલના ધોરણ-1માં અભ્યાસ કરતા "સુપર 30" ફિરદોસ વિશે...

પંચમહાલ: સામાન્ય રીતે બાળક શાળામાં અભ્યાસ કરવા માટે જાય અને પછી શિક્ષક પાસેથી પ્રારંભના શિક્ષણના તબક્કામાં પહેલા મૂળાક્ષરોથી શરૂઆત કરતા શબ્દો, વાક્ય અને વિષયોનું શિક્ષણ મેળવે છે. ઉંમર પ્રમાણે બાળક શીખતો હોય છે. પંચમહાલ જિલ્લાની નવા નદીસર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી ફિરદોસ બીજા બધા બાળક કરતા અલગ જ છે. હજુ તો તેને શાળા જીવનની શરૂઆત કરી છે, ત્યારે તેની વિજ્ઞાન પ્રત્યેની રૂચિ અને લગાવ સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે. તો આવો આપણે ફિરદોસ વિશે જાણીએ...

જાણો, પંચમહાલના ધોરણ-1માં અભ્યાસ કરતા "સુપર 30" ફિરદોસ વિશે...

By

Published : Sep 19, 2019, 4:00 PM IST

Updated : Sep 19, 2019, 5:38 PM IST

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની નવા નદીસર ગામે આવેલી પ્રાથમિક શાળા "મસ્તી કી પાઠશાલા" તરીકે જાણીતી છે. શાળાના ધોરણ- 1માં ફિરદોસ વોહરા નામનો એક બાળક અભ્યાસ કરે છે. સામાન્ય રીતે પહેલા ધોરણમાં ભણતા બાળકો ભારેખમ વિષયોને સમજી શકતા નથી કે સમજાવી શકતા નથી, ત્યારે આ ફિરદોસ વ્હોરાની અભ્યાસ પ્રત્યેની રુચિ કંઈક અલગ છે. હાલ તે વિજ્ઞાન, વૈજ્ઞાનિકો અને ભૌગોલિક ભૂગોળની પણ માહિતી જાણે છે. આ બધી માહિતી જાણવા પાછળ તેના પિતા ઈરફાનભાઈની વિશેષ ભૂમિકા છે. કદાચ ફિરદોસને વારસામાં વિષય મળ્યો હોય તેવુ લાગે છે, કેમ કે, તેમના પિતાનો પણ રસનો વિષય વિજ્ઞાન હતો. ઇરફાન ભાઈ ETV BHARATને જણાવે છે કે ઘર અને શાળામાં મુક્ત વાતાવરણ હોવું જરૂરી છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિને પોષણ મળતું રહે છે. વાલીઓ અને શિક્ષકો જો બાળકને પુરતો સમય આપે તો, બાળકની શક્તિઓ ખીલી ઊઠે છે. શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલ અને શાળાના વર્ગ શિક્ષિકા નીલાબેને ફિરદોસની પ્રસંશા કરતા ETV BHARAT જણાવે છે.

જાણો, પંચમહાલના ધોરણ-1માં અભ્યાસ કરતા "સુપર 30" ફિરદોસ વિશે...

તાજેતરમાં જ તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ફિરદોસે ભાગ લીધો હતો. સામાન્ય રીતે વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચમા ધોરણથી ઉપરના અભ્યાસ કરતા બાળકો ભાગ લેતા હોય છે. પરંતુ, શાળાના શિક્ષકોએ તેની બુદ્ધિ ક્ષમતાનો પ્રકાશ ચકાસીને વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવડાવ્યો હતો. ફિરદોસે LIFI (લાઈફાઈ) નામની કૃતિ રજૂ કરી હતી. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ કૃતિને ઉપસ્થિત શિક્ષણવિદો અને અધિકારીઓને સમજાવી હતી. તમામ અધિકારીઓ આ બાળકની બુદ્ધિ ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

આમ, આ ફિરદોસ ખરા અર્થમાં જીનીયસ સાબિત થઈ રહ્યો છે અને તેને પંચમહાલનો સુપર 30 કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં.

Last Updated : Sep 19, 2019, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details