ગોધરામાં રેડક્રોસ સોસાયટી દ્વારા Volunteer induction Programme 2019નો પ્રારંભ - Gujarati News
પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી રેડક્રોસ સોસાયટી દ્વારા Volunteer Induction Programme 2019નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 40 જેટલા સ્વયં સેવકોને કુદરતી આફતોમાં કઈ રીતે તાત્કાલિક મદદ રૂપ બનીને જીવ બચાવી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આગામી સમયમાં જિલ્લામાં 1000 જેટલા ફર્સ્ટ રિસ્પોન્ડર ઉભા કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ જિલ્લામાં ઇન્ડીયન રેડક્રોસ ગુજરાત શાખા અને પંચમહાલ શાખાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે Volunteer Induction Programme 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં કુદરતી આફતો સામે સામાન્ય માણસોને કઈ રીતે મદદરૂપ થઈને જાન બચાવી શકાય તે હેતુથી 30 જેટલા સ્વયંસેવકોને અમદાવાદથી આવેલા ખાસ તજજ્ઞો દ્રારા તાલીમ આપવામાં આવી હતી.જેમાં માણસ બેભાન થાય અને અકસ્માતનો ભોગ બને તો તેને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી તેના જીવ બચાવી શકાય તેની પ્રેકટિકલ તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ થકી આગામી સમયમાં 1000થી વધુ ફર્સ્ટ રિસ્પોન્ડરો તાલીમ પામેલા તૈયાર કરવામાં આવનાર હોવાનો નેમ વ્યકત કર્યો હતો.આ કાર્યક્રમ 3 દિવસ ચાલનાર છે.