- કાલોલની બાકરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સાયન્સ વર્કશોપ યોજાયો
- 50 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન
- 50 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરી બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો
અમદાવાદ: વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટયૂટ દ્વારા પંચમહાલ જિલ્લામાં પ્રથમવાર કાલોલની બાકરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સાયન્સ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. બે દિવસના વર્કશોપમાં 50 થી વધુ વિદ્યાર્થીઓએ સેટેલાઇટ ઉપગ્રહ અને રોકેટના ઉપયોગથી માંડી બનાવવા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવીને લાઈવ ડેમોસ્ટ્રેશન કર્યુ હતું.
પંચમહાલ જિલ્લાના બાકરોલ સ્કૂલ ખાતે સાયન્સ વર્કશોપ યોજાયો પંચમહાલ જિલ્લામાં પ્રથમ વાર આ પ્રકારના વર્કશોપનું આયોજન
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ખગોળીય જ્ઞાનથી માહિતગાર થાય એ હેતુસર અમદાવાદની વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ પ્રકારના વર્કશોપ યોજવામાં આવે છે. આ ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં પ્રથમ વાર આ પ્રકારનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. કાલોલની બાકરોલ શાળાના આચાર્ય સતીષભાઈ પ્રજાપતિ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ રહીને કંઈક નવું કરવાની ખેવના સાથે શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં હાલ આ શાળા મોડેલ સ્કૂલને ટક્કર મારે એવી છે.
પંચમહાલ જિલ્લાના બાકરોલ સ્કૂલ ખાતે સાયન્સ વર્કશોપ યોજાયો 50 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરી બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો
50 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરી બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઉપગ્રહ અને રોકેટ બનાવવાથી લઈ ઉપયોગ અંગેની જાણકારી આપવા આવી હતી. જે મુજબ વિદ્યાર્થીઓએ બનાવેલા રોકેટ લૉન્ચરનું તજજ્ઞોએ વિદ્યાર્થીઓના માધ્યમથી લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીના માહોલ વચ્ચે વધુ જાણકારી મેળવવાની રૂચિ પણ જાગી હતી.