ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં હોળીના તહેવારને લઈને ખજૂર, ધાણી અને હારડાનું વેચાણ - હોળીના તહેવારને લઈને ખજૂર ધાણી હારડાનું વેચાણ

પંચમહાલ જિલ્લામાં હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હોળીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી ખજૂર અને ધાણી વગર અધૂરી છે. ગોધરાના બજારમાં ખજૂર, હારડા અને ધાણી સહિતની વસ્તુઓ વેચાઈ રહી છે. હાલમાં બજારમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પંચમહાલમાં હોળીના તહેવારને લઈને ખજૂર ધાણી હારડાનું વેચાણ
પંચમહાલમાં હોળીના તહેવારને લઈને ખજૂર ધાણી હારડાનું વેચાણ

By

Published : Mar 6, 2020, 7:04 PM IST

Updated : Mar 6, 2020, 7:28 PM IST

પંચમહાલઃ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હોળી પર્વને લઈને ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. બજારમાં ખજુર ધાણી હારડાની હાટડીઓ પણ ખુલી ગઇ છે. હાલ ગત વર્ષ કરતા વેપારીઓ ખજુર અને હારડામાં ભાવ વધારો હોવાનુ જણાવી રહ્યા છે, ત્યારે ખજુર અને હારડાની સાથે ઘઉંની સેવ પણ વેચાઈ રહી છે. હોળીના પર્વમાં આ ઘઉંની સેવ ખાવાનું પણ મહત્વ ગણવામાં આવે છે.

પંચમહાલમાં હોળીના તહેવારને લઈને ખજૂર ધાણી હારડાનું વેચાણ

સાથે ધાણીમા પણ અનેક પ્રકારની વેરાયટી વેચાઈ રહી છે. હાલમાં બજારમાં ઘરાકી ઓછી છે. પણ હોળીના આગલા દિવસમાં ઘરાકી સારી થશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે, ત્યારે લોકોને પણ તહેવારને અનુલક્ષી ખરીદી કરી રહ્યા છે.

પંચમહાલમાં હોળીના તહેવારને લઈને ખજૂર, ધાણી અને હારડાનું વેચાણ
Last Updated : Mar 6, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details