પંચમહાલ27 ફેબ્રુઆરી 2002 ની તારીખ આજે કોઈ ભૂલી શકતું નથી. કારણ કે આ દિવસે ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશન પર આગ લગાવવાની ઘટના બની હતી અને એમાં 58 જેટલા હિન્દુ કારસેવકો જીવતા સળગાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગુજરાત કોમી રમખાણોની આગમાં સપડાયું હતું. આ ઘટનાઓમાં બિલકિસબાનુ દુષ્કર્મ કેસ ખૂબ મોટાપાયે ચર્ચાયો હતો અને તેની કોર્ટ કાર્યવાહી પણ વરસો સુધી ચાલી હતી. જેમાં 11 આરોપીઓને આજીવન સજા ફટકારવામાં આવી હતી. જેઓને રાજ્ય સરકાર દ્વારા છોડી મૂકાતાં ( Remission 11 accused in Bilkis Bano case ) ભારે ઉહાપોહ વ્યાપ્યો છે.
હવે શું છે વિવાદ અમદાવાદ ગોધરા સબજેલમાં કેદ બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ (Bilkis Bano case) મુક્ત કરાયા છે. બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓ જેલ મુક્ત કરવા ઓગસ્ટમાં રાજ્ય સરકારે હુકમ કર્યો હતો. મહત્વનું છે કે આ આરોપીઓ પર દાહોદમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુનો નોંધાતા CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો. તમામ 11 કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરતા આજે તેઓને જેલ મુક્ત કરાયા છે.
બિલકિસ બાનુના પતિનો આક્ષેપ11 આરોપીની જેલ મુક્તિને લઇને બિલકુલ બાનુના પરિવાર તેમજ અન્ય સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. બિલકિસ બાનુના પતિ યાકુબ રસૂલ પટેલેએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ પેરોલ કરતાં વધારે બહાર રહેતાં હતાં વધુ બહાર રહેતાં હતાં. આ તમામ લોકોને પાછા જેલ ભેગા કરવામાં આવે. અમારી આટલા વર્ષોની લડાઇ છે ત્યારે અમારી આશા છે કે અમારી 21 વર્ષની લડાઇમાં અમને ઇન્સાફ મળશે. પહેલાં જ્યારે આ આરોપીઓ પેરોલ પર છૂટીને આવતા હતા ત્યારે ઓછો ડર હતો પણ હાલ સંપૂર્ણ જેલ મુક્ત ( Remission 11 accused in Bilkis Bano case ) થયા છે તો વધારે ડર લાગે છે. ગુજરાત સરકાર તેમની રીતે કમિટી બનાવીને આ જજ્ઞન્ય કૃત્ય કરનાર આરોપીઓને છોડી મૂક્યા છે એ બહુ ખોટું છે. એમને ફરીથી જેલ ભેગા થાય એવી અમારી કોર્ટ અને સરકારને વિનંતી છે .