જાહેરનામું બહાર પડતા જ વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગરૂપે આજરોજ પંચમહાલ લોકસભાના BJPના ઉમેદવાર રતન સિંહ રાઠોડ ઉમેદવારી ફોર્મ ભરવા મહીસાગર જિલ્લાના લુણાવાડાથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા.
પંચમહાલથી રતનસિંહ રાઠોડે રેલી કાઢી ભર્યું ઉમેદવારી ફોર્મ - panchamahal
પંચમહાલઃ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ચરણમાં ગુજરાતની છબીલ લોકસભા બેઠક માટે ચૂંટણી થવાની છે. ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું જાહેરનામું પણ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.
ત્રીજા ચરણમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે જાહેરનામું બહાર પાડતા ચૂંટણી લડવા ઇચ્છતા વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે આજરોજ પંચમહાલ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રતન સિંહ રાઠોડ શુભ મુહરતમાં વિજય વિશ્વાસ સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય પરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.