પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલની સરકારી અનાજના ગોડાઉનમાં રાખેલી ઘઉં અને ચોખાની બોરીઓમાં અનાજની ઘટ જોવા મળી હતી.
ભ્રષ્ટાચારીઓને ગરીબો ક્યારેય માફ નહીં કરે: કોંગ્રેસ - પંચમહાલ
પંચમહાલ: જિલ્લામાં આવેલા કાલોલ ખાતેની આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઑડિટ દરમિયાન ઘઉં અને ચોખાની બોરીના જથ્થાની ઘટ જોવા મળતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. જે ત્યારબાદ પુરવઠા વિભાગના વિભાગ દ્વારા ગોડાઉન મેનેજર સહિત 9 લોકો સામે કાલોલ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ મામલે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ યુવા નેતા અને ગુજરાત પ્રદેશ ડેલીગેટ એવા દુષ્યંતસિંહ ચૌહાણ અનાજ કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પંચમહાલમાં માટે અનાજ કૌભાંડનો મામલો બહાર આવ્યો છે. જે ખુબ જ નિંદનીય વાત છે. ભાજપ સરકાર કહેતી હોય કે અમે ગરીબોના હક માટે લડીએ છે, અને ગરીબોની સરકાર કહેવડાવતી ભાજપના આ શાસનમાં જ ભાજપ સાથે સંકળાયેલાઓ કેમ સામે આવે છે?
આમ કોંગ્રેસના દુષ્યંતસિંહે સવાલો સાથે આક્ષેપો કર્યા હતા. આ પહેલા જમીન કૌભાંડમાં ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓનું નામ સામે આવ્યું હતું.