ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં વિધવા મહિલા ઉપર દુષ્કર્મની શહેરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ - Crime

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ગામમા એક ઇસમે વિધવા મહિલા ઉપર દુષ્કર્મ ગુજારતા મહિલાએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને બોરીયાવી ગામથી પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 9:45 AM IST

મળતી વિગતો પ્રમાણે, શહેરા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. વિધવા મહિલા ઘરમાં પોતાના સંતાનો સાથે ઉંઘી રહી હતી ત્યારે શુક્રવારની મોડી રાત્રિએ આરોપી રંગીત પગીએ તેના ઘરે જઇને વિધવા મહિલાનું મોં દબાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતું અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

વિધવા મહિલાએ તેના પરિવારજનોને સમ્રગ હકીકત જણાવી હતી. વિધવા મહિલાએ હિંમત દાખવીને ૧૮૧ મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ૧૮૧ની અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વિધવા મહિલાને સ્થાનિક પોલીસ મથકે લાવી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી બોરીયાવી ગામમાં હોવાની માહિતીના આધારે તેને દબોચી લીધો હતો. ઘટનાને લઇને તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.


ABOUT THE AUTHOR

...view details