ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના કાલોલમાં વિદેશી દારૂ સહિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત, 1ની ધરપકડ - police

પંચમહાલઃ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો સુધારા સહીતનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ બનીને દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરી રહ્યા છે.

panch

By

Published : Jul 20, 2019, 10:22 PM IST

મળતી વિગત અનુસાર PSI એમ.એલ.ડામોરને બાતમી મળી હતી કે, ખંડેવાળ ગામના અર્જુનસિહ બળવંતસિંહ રાઠોડે પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈ રીક્ષામાં આ જથ્થો ભરીને વિષ્ણુભાઈને પહોંચાડવાનો છે. બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા અર્જૂનસિંહ બળવંતસિંહના ખેતરમાં સી.એન.જી રીક્ષા હતી અને તેની બાજુમાં એક નંબર વગરની મોટરસાયકલ પણ પડી હતી. તેમજ બે માણસો રીક્ષામાં દારૂ ભરતા હતા. જેઓ પોલીસને જોઈને નાસવા જતા પોલાસે નરેન્દ્રને પકડી લીધો હતો. તથા અર્જુનસિહ બળવંતસિંહ કોતરમાં થઈ નાસી ગયો હતો.

પોલીસે જપ્ત કરેલી રીક્ષામાંથી કુલ 1056 નંગ બોટલ, આશરે 52000 કિંમતની રીક્ષા, મોટરસાયકલ સહિત, 1.5 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષા ચાલક નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈની અટક કરી છે. જ્યારે ફરાર અર્જૂનસિંહ બળવંતસિંહને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details