ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના સીમલેટ ટાપુ પર વસતા ગામના લોકોએ હોળીમાં બેસી કર્યું મતદાન

પંચમહાલ: જિલ્લામાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થયો હતો ત્યારે શહેરા તાલુકાના સીમલેટ બેટ પર વસવાટ કરતા પરિવારોએ હોડીમાં બેસીને મહેલાણ ગામના મતદાન મથક ખાતે આવીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સીમલેટ ગામમાં અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવા છતાં ગામ લોકોએ પોતાની ફરજ સમજીને હોડીમાં બેસીને આવીને મતદાન કર્યું હતું. ગામ લોકોની માગ છે કે, અમે વોટ આપીએ છે તો તેની સામે સરકારે અમને સુવિધાઓ આપવી જોઈએ.

By

Published : Apr 23, 2019, 8:16 PM IST

સ્પોટ ફોટો

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીની વચ્ચે સીમલેટ બેટ નામનું ગામ આવેલું છે. આ ગામમાં 80 થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ ગામમાં વીજળી શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ છે. આ ગામ પાનમ નદી વચ્ચે પાણી વચ્ચે ઘેરાયેલું છે. આ ગામમાં 242 જેટલા મતદારો છે.

ગામના પરિવારોમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી જરૂરી દસ્તાવેજો છે. આ ગામના લોકો પોતાના મતાધિકારના ફરજના ભાગરૂપે દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં સીમલેટ ગામથી હલેસા વાળી હોડીમાં બેસીને મહિલાઓ અને પુરુષો મહેલાન ગામમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથક પર આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પંચમહાલના સીમલેટ ટાપુ પર વસતા ગામના લોકોએ હોળીમાં બેસી કર્યું મતદાન

સીમલેટ ગામના સનાભાઈએ જણાવ્યું હતું કે, મહેલાણ ગામમાં આવેલા મતદાન મથક ઉપર ફરજના ભાગ રૂપે અમે વોટ આપ્યો છે.અમારા ગામમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આથી અમારી માગ છે કે, અમને એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details