ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ પાવગઢમાં ડુંગરપુરના રસ્તા પર શીલા પડતાં યાત્રિકો પરેશાન - Gujarat

પાવાગઢ: ઉત્તરભારતીય સમાજના લોકોનો શ્રાવણપર્વ શરૂ થયો હોવાથી યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડુંગર પર જવાના રસ્તે પડેલી વિશાળ શીલાના કારણે પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે પદયાત્રીઓની સુરક્ષા લઇ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવાની લોકમાગ પ્રબળ બની છે.

યાત્રાધામ પાવગઢમાં ડુંગરપુરના રસ્તા પર શીલા પડતાં યાત્રિકો પરેશાન

By

Published : Jul 22, 2019, 3:57 AM IST

યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ ઉત્તરભારતીય સમાજમાં શ્રાવણપર્વ શરૂ થયો હોવાથી બિનગુજરાતી ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. સાથે હિન્દીભાષી પ્રદેશોમાંથી પણ આવતાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ત્યારે બે સપ્તાહ અગાઉ ડુંગર પર જવાના રસ્તે પડેલી વિશાળ શીલા પદયાત્રી માટે જોખમી બની હોવાની ઘટના સામે આવી છે. આ શીલાના કારણે રસ્તો સાંકળો થઇ ગયો છે. જેના કારણે વાહનચાલકો અને રાહાદારીઓના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં યાત્રીઓને ફસાઇ રહેવું પડે છે. તો ગંભીર અકસ્માત સર્જાવવાની ભીતિ સર્જાઇ રહી છે. ત્યારે શ્રાવણપર્વને લઇ વધતાં ભક્તોના ધસારા અને પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવાની ઉગ્ર માગ કરાઇ છે.

યાત્રાધામ પાવગઢમાં ડુંગરપુરના રસ્તા પર શીલા પડતાં યાત્રિકો પરેશાન

ABOUT THE AUTHOR

...view details